માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

તારીખ ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે ભાવભર્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિમાં રહેલા ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં ભવનના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ભવનના વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ઉપસ્થિતિથી થઈ હતી. ત્યારબાદ સૌની ઉપસ્થિતિમાં માતાજીની પ્રાર્થના અને આરતી કરવામાં આવી હતી. પ્રાર્થના બાદ તમામ વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત સભ્યોએ પ્રસાદી ગ્રહણ કરી હતી.

ત્યારબાદ કાર્યક્રમ લોથલ હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભિક તબક્કામાં ભવનના તમામ અધ્યાપકોનું Ph.D. સંશોધનાર્થી વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના કરીને કરવામાં આવી હતી. પ્રસંગે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમાના અવસરને અનુરૂપ ભવનના વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો પ્રત્યેના વિચારો, અનુભવો અને લાગણીઓ વ્યક્ત કરી હતી. વિવિધ વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્ય દ્વારા જીવનમાં ગુરુનું સ્થાન, શિક્ષણનું મહત્ત્વ, સંસ્કાર અને જીવનઘડતરમાં ગુરુજનોની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતોને ભવન તરફથી પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને પોતાના વિચારો રજૂ કરનાર વિદ્યાર્થીઓને ભવન તરફથી પુસ્તક ભેટ આપવામાં આવી હતી.

પ્રસંગે ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરિયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમણે પોતાના સંબોધનમાં જીવનમાં સફળતા અને પ્રગતિના માર્ગે આગળ વધવા માટે ગુરુજનોના માર્ગદર્શન અને આશીર્વાદનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પોતાના ગુરુજનોના યોગદાનને જીવનમાં હંમેશાં યાદ રાખવા અને તેમના માર્ગદર્શનને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા હતા.

તેમજ ભવનના અધ્યાપકશ્રી ડૉ. રાજેશ દવે દ્વારા પણ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વ વિશે પોતાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. ડૉ. હિરેન ચગ તથા ડૉ. સાગર અમીપરા દ્વારા પણ પોતાના ગુરુજનોને યાદ કરી વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગને આનંદપૂર્વક માણ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દ્વારા ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા, ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યોને ઉજાગર કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું વાતાવરણ ભાવનાત્મક, સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી રહ્યું હતું.

માનવ અધિકાર કાયદા ભવન દ્વારા આયોજિત ગુરુપૂર્ણિમા ઉજવણી વિદ્યાર્થીઓ માટે ગુરુજનો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા તથા તેમના જીવનમાં ગુરુના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો એક સુંદર અવસર બની રહી હતી.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

29-07-2026